ટામેટાંને ફ્રિજમાં રાખવા ના જોઈએ, આ છે 4 કારણો

0
76

શું તમે પણ બીજા શાકભાજીની જેમ ટામેટાંને ફ્રિજમાં રાખો છો તો તમે પણ આ આદતને જલ્દીથી બદલો. કેમ કે, દસમાંથી આઠ ફૂડ નિષ્ણાતોનું કહેવું છે કે, તેને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ બદલાય જાય છે. તે સિવાય પણ ટામેટાંને ફ્રિજમાં ના રાખવાના કેટલાંક કારણો છે.

શા માટે ટામેટાં ન રાખવા જોઈએ ફ્રિજમાં :

1. ફ્રિજમાં રાખવાથી થાય છે રિએક્શન :

શું તમને ખબર છે કે ટામેટાંને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ અને કલર પણ બદલાય જાય છે. તેનું કારણ કુદરતી નહીં પણ રિએક્શન છે. કેમ કે, ફ્રિજમાં ઠંડકના કારણે ટામેટાનો સ્વાદ બદલાય જાય છે. એક રિસર્ચના મુજબ, ટામેટાને હંમેશા રુમ ટેમ્પરેચર પર એટલે કે લગભગ 20 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર રાખવા જોઈએ.

2. પાકેલા ટામેટાં હોય છે હેલ્ધી :

રિસર્ચના અનુસાર, ટામેટાંને પકવવાથી તેમાં રહેલા લાઈકોપીન કન્ટેટની માત્રા વધી જાય છે અને તેના પછી આપણું શરીર તેને સરળતાથી ઓબ્જર્બ કરી લે છે. સાથે પાકેલા ટામેટાંમાં એન્ટીઓક્સિડેન્ટની માત્રા વધી જાય છે.

3. ડબ્બામાં બંધ ટામેટાં હાનિકારક છે :

મોટાભાગે આજકાલ બંધ ડબ્બામાં ટામેટાંને રાખવામાં આવે છે પરંતુ હેલ્થ અને ન્યૂટ્રિશનની રીતે જોવા જઈએ તો તેનો ઉપયોગ ના કરવો જોઈએ. આ ડબ્બાઓની અંદર એક પરત હોય છે જેમાં બાયસ્ફેનોલ-એ હોય છે. આ એક એવું કેમિકલ છે જેનાથી હૃદય રોગ અને કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે.

4. કિચન કાઉન્ટર પર રાખવા :

જો તમને ટામેટાંનો ખાટો સ્વાદ પસંદ હોય અને તમારે ટામેટાંના સ્વાદને વધારે ખાટો કરવો હોય તો તેને ફ્રિજમાં રાખવાની જગ્યાએ કિચન કાઉન્ટર પર રાખી શકો છો. ફ્રિજમાં રાખવાથી ટામેટા જલ્દી ખરાબ નથી થતા પરંતુ તેવું કરવાથી તેનો ટેસ્ટ અને કલર બદલાય જાય છે.