માલદિવને ટક્કર મારે તેવું છે આ દરિયાઇ સ્થળ, પરમિટ વગર નથી મળતી એન્ટ્રી

0
38

મધ દરિયે આવેલા ટાપુઓની કરવામાં આવે તો લક્ષદ્વીપ એક એવું સ્થળ છે, જ્યાં તમને સ્વર્ગમાં પહોંચી ગયા હોવ તેવો અનુભવ થાય છે

સામાન્ય રીતે કોઇ સૌંદર્યથી ભરપૂર શાંત અને સ્વચ્છ પાણી ધરાવતા દરિયાકાંઠાની યાત્રા કરવા અંગે વિચારે ત્યારે તેમના મોઢે માલદિવ જ આવતું હોય છે. માલદિવને સ્વર્ગ સમી ધરતી માનવામાં આવે છે, પરંતુ ભારતના દક્ષિણ ભાગમાં પણ એવા ઘણા સ્થળો છે, જે સ્વર્ગસમા છે અને જો વાત દરિયાઈ વિસ્તારની કે મધ દરિયે આવેલા ટાપુઓની વાત કરવામાં આવે તો લક્ષદ્વીપ એક એવું સ્થળ છે, જ્યાં તમને સ્વર્ગમાં પહોંચી ગયા હોવ તેવો અનુભવ થાય છે.

લક્ષદ્વીપ અનેક નાના મોટા ટાપુઓનો સમુહ છે અને એક શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે પણ તે ડેવોલપ થઇ રહ્યું છે. લક્ષદ્વીપનું સ્વચ્છ પાણી, ન જોયેલા સમુદ્રી તટો, વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી, સમુદ્રી આકર્ષણો પ્રવાસીઓને મોહિત કરી રહ્યાં છે. લક્ષદ્વીપનું કુલ ક્ષેત્રફળ 32 વર્ગ કિ.મી છે. દક્ષિણ-પશ્ચિમ ભારતના સમુદ્રી વિસ્તારમાં સ્થિત આ મહાદ્વીપ કેરળ રાજ્યની નજીક છે. જો તમે કપલ ટૂર કરવા માગતા હોવ કે આવા સૌંદર્યપ્રધાન સ્થળોની મુલાકાત કરવા માગતા હોવ તો આ સ્થળ તેમને પુરતી સંતુષ્ઠી આપી શકે છે.

લક્ષદ્વીપમાં આવેલા ટાપુઓ અંગે વાત કરીએ તો ઘણા ટાપુ એવા છે જ્યાં તમને વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરવા મળે તો કેટલાક ટાપુઓનો વિકાસ એ રીતે કરવામાં આવ્યા છે, જ્યાં તમને પ્રાકૃતિક આનંદ અને આરામ મળી શકે.

આ પ્રવાસન સ્થળે જવા માટેનો યોગ્ય સમય

લક્ષદ્વીપમાં બારેમાસ આહલાદક વાતાવરણ હોય છે, પરંતુ અહીં જવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી એપ્રિલની વચ્ચેનો માનવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું

આ સ્થળ નાના ટાપુઓનો એક સમુહ છે, જે ભારતના દક્ષિણ-પશ્ચિમના તટ વિસ્તારથી 200થી 400 કિ.મી દૂર સ્થિત છે. અહીં આવેલા દ્વીપોના સમુહ મળીને આ સ્થળ ભારતનું સૌથી નાનું કેન્દ્રશાસિત પ્રદેશ બને છે. અહીં પહોંચવા માટે હવાઇ માર્ગ અથવા સમુદ્રીય માર્ગનો ઉપયોગ કરી શકાય છે અને પર્યટકોએ પહેલાં ત્યાં જવા માટેની પરમિટ હાંસલ કરવી પડે છે. હવાઇ માર્ગની વાત કરીએ તો અગટ્ટી એરપોર્ટ છે, જ્યાં જવા માટે કેરળના કોચીથી નિયમિત ફ્લાઇટ મળી રહે છે અને કોચી ભારતના મોટાભાગના સ્થળો સાથે હવાઇ કનેક્ટિવિટી ધરાવે છે. આ ઉપરાંત હેલિકોપ્ટર સર્વિસ પણ છે. જો તમે સમુદ્ર સૌંદર્યને નજીકથી નિહાળવા માગતા હોવ તો તમને કોચીથી લક્ષદ્વીપ જવા માટે શીપ ફેસેલિટી મળી