એક મહિનામાં પાટનગરની મહિલાઓ રિક્ષા હંકારશે

0
86
સેક્ટર 7 સખી મંડળની 20 બહેનો હાલમાં રિક્ષા ચલાવવા તાલીમ લઇ રહી છે
દાયકાઓ પહેલા મહિલાઓને ઘરનો ઉમરો ઓળગવા દેવામાં આવતો ન હતો. ઘરનો મોભી જે કરે તેને માથે ચડાવવામા આવતુ હતુ. મહિલાઓને શિક્ષિત કરવામા પણ આવતી ન હતી. સમય બદલાયો છે ત્યારે મહિલાઓ પણ પુરુ્ષ સમોવળી બની છે. પોતાના પરિવારને સારુ રીતે રાખવા માટે પતિએ સહયોગ આપવા સક્ષમ બની છે. આગામી એક મહિનામાં શહેરની બહેનો રીક્ષા હંકારતી જોવા મળશે. હાલમાં 20 બહેનો સેક્ટર 7 સખી મંડળની રીક્ષા ચલાવવા તાલીમ મેળવી રહી છે.
પોતાના પરિવારને સારી રીતે રાખવા માટે પતિને સહયોગ આપવા સક્ષમ બની
રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ આર્થિક, સામાજિક અને નબળા સમાજની બહેનોને પગભર કરવા માટે તાલીમ આપવામાં આવે છે. હાલમાં શહેરના સેક્ટર 7માં કાર્યરત સખી મંડળની બહેનોને ગૃહ ઉદ્યોગની બાબતોને રીક્ષા ચલાવાવાની તાલીમ આપવામાં આવી રહી છે. હાલમાં 20 બહેનો શહેરના ખુલ્લા મેંદાનમાં રીક્ષા ચલાવવાની તાલીમ લઇ રહી છે. બહેનો ખુશીથી રીક્ષાને હંકારી રહી છે. ત્યારે આગામી એક મહિનામાં શહેરના રસ્તાઓ ઉપર બહેનો રીક્ષા લઇને જતી જોવા મળશે.
લોન-લાઈસન્સની કામગીરી કરીને અપાશે
બહેનો પોતાનુ આર્થિક જીવન ધોરણ ઉંચુ લાવે તે માટે યોજનાના મેનેજર રાહુલ રામીએ કહ્યુ કે બહેનોને બેંકની કપાત લોન અને આરટીઓમાંથી લાયસન્સ સહિતની કામગીરી કરી આપવામાં આવશે.
સુરત-રાજકોટની બહેનો રિક્ષા ચલાવે છે
પીન્ક ઓટો યોજનામાં માત્ર રીક્ષાનો ઉપરનો કલર પીન્ક હોય છે. જે રીક્ષા માત્ર મહિલા જ હંકારતી હોય છે. આ પ્રકારનો પ્રોજેક્ટ હાલમાં સુરત અને રાજકોટમાં ચાલી રહ્યો છે. જ્યાં અંદાજિત 30-30 બહેનો રીક્ષા ચલાવી પોતાના પરિવારને ઉપયોગી થઇ રહી છે.
મહિલા મુસાફરોની સમસ્યા દૂર થઇ શકશે
પીન્ક ઓટો માત્ર મહિલા જ હંકારતી હશે ત્યારે મહિલા મુસાફર તેમાં આરામથી ચિંચા વગર મુસાફરી કરી શકશે. હાલમાં ઓટોમાં એકલી મહિલા મુસાફરી કરવામાં ક્યાંક તકલીફ અનુભવે છે. જેમાં રાત્રીના સમયે ખાસ. ત્યારે મહિલા જ રીક્ષા ચલાવશે તે રીતે હવે આગામી દિવસોમાં શહેરમાં મહિલાઓ આ રીતે રિક્ષા ચલાવતી જોવા મળે તો નવાઈ નહિ ગણાય.