અમૃત મહોત્સવ સરઢવના સત્કાર સમારંભ ની ભવ્ય ઉજવણી : અહેવાલ

0
92

સને -૧૯૪૧ માં નોધાયેલી કેળવણીના મંદિર સમી “શ્રી શેઠશામળદાસ મોતીચંદ એ.વી.સ્કુલ” ને ૭૫ વર્ષ પૂર્ણ  થતા અમૃત મહોત્સવ ની આજે ભવ્ય ઉજવણી અંતર્ગત સવારના સત્કાર સમારંભ કાર્યક્રમ ની પુર્ણાહુતી થઈ.

આ કાર્યક્રમ માં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જાણીતા લેખક અને વકતા શ્રી જય વસાવડા, વિશ્વ વિખ્યાત વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ, તથા અન્ય ગામના મહાનુભાવો હાજર રહયા હતા.

 ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના વક્તવ્યમાં સરઢવ શાળા દ્વારા આપેલ  ગુજરાત   સરકારને  માજી અને હાલ  ના  કલેકટર એવા  શ્રીભાગ્યેશભાઈ ઝહા અને  ધવલભાઈ પટેલના  કામની ખુબ સરાહના કરી  એમ  સરઢવ ગામ  દ્વારા ગુજરાત સરકારને  મળેલ  ઘણા બધા  તેજસ્વી  તારલા માટે  અભિનંદન  અને  આભારવ્યક્ત કર્યો.

ત્યારબાદ જય વસાવડા એ પોતાના વક્તવ્ય માં સરઢવ  ગામના પેટભરી વખાણ કર્યા. મંચ  ઉપર જય અને કૃષ્ણનો શુભગ સમન્વય થવા  પામ્યો હતો. તેઓએ  પોતાના વક્તવ્યમાં  શિક્ષકનો સાચો અર્થ  સમજાવ્યો અને તેમને સ્વીકાર્યું કે આ સંસ્થામાં જ્ઞાનપ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓમાં  સરસ્વતી  થકી  લક્ષ્મીનું આગમન થયુંછે. જે ગામના દાતાશ્રીઓ માટે જણાવ્યું કે તેઓ શાળામાંથી શિક્ષણ લઇ  અને શાળામાં લક્ષ્મી આપવા આવ્યા તેઓ ને ધન્યવાદ આપ્યા હતા.

આ સાથે દ્વારકેશલાલજી એ પોતાના વક્તવ્યમાં  સરઢવને બિરદાવી  અને આશીર્વચન  પાઠવ્યા હતા. એજ રીતે શ્રી ભાગ્યેશ ઝહા પણ પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય આપ્યું અને તે સાથે સૌ કોઈ ગ્રામજનોએ  તેમના વડવાઓ એટલે કે આ શાળાની પાયાની  ઈટ  જેવા કે વશુદેવપ્રસાદ ઝહા અને વિષ્ણુપ્રસાદ ઝહાને યાદ કર્યા હતા. કાર્યક્રમમાં તમામ દાતાઓનું  સંન્માન કરવામાં આવ્યું જેમાં દેશ વિદેશથી મહેમાનો પધાર્યા હતા કાર્યક્રમ બાદ તમામ લોકો માટે   ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

નોધ :આજે રાત્રે ૮:૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ  છે