શું તમને ખબર છે ? રાજ્યનાં ‘આ’ ખાતામાં થયો સૌથી વધુ ભ્રષ્ટાચાર

0
85

સરકારી ખાતાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર હજી પણ રાજ્યની પ્રગતિમાં અવરોધક પુરવાર થઈ રહ્યો છે. સરકારી ખાતાઓમાં કામ કરતા નાના અધિકારીથી લઇ ક્લાસ-3 અધિકારીઓનાં લાંચ લેતા કિસ્સા હવે સામાન્ય બની રહ્યાં છે. આંકડાઓ અનુસાર લાંચ લેવાનાં કિસ્સામાં રાજ્યનું હોમ ડિપાર્ટમેન્ટ સૌથી વધુ ભ્રષ્ટ છે. રાજયનાં હોમ ડિપાર્ટમેન્ટમાં એક વર્ષમાં 48 અધિકારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. જેમાં હોમ ડિપાર્ટમેન્ટનાં 48 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા હતાં. ત્યાં જ રેવન્યુ ડિપાટમેન્ટના 20 અને પંચાયતના 19 અધિકારીઓ ઝડપાયા હતાં. સાથે જ રૂરલ અને અર્બન ડેવલોપમેન્ટનાં પણ 10 કેસ નોંધાયા છે.

ACB દ્વારા વર્ષ 2017માં 148 કેસોમાં 215 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમા લાંચની કુલ 71 લાખ જેટલી માતબર રકમને ACBએ પોતાના કબ્જામાં લીધી છે. એસીબીની રેડમાં સૌથી વધુ ક્લાસ-3ના 129 અધિકારો ઝડપાયા હતાં. તમને જણાવી દઇએ કે, ACBની ટીમે વર્ષ 2017માં 215 પૈકી 13 ક્લાસ એક, 24 ક્લાસ-2, 129 ક્લાસ-3 જ્યારે ત્રણ ક્લાસ-4ના કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા હતાં. એસીબીની આ ઝુંબેશમાં રાજ્યના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં કુલ ચાર કેસમાં 9.55 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતાં, જ્યારે કેન્દ્રીય ખાતાના સાત કેસમાં 9.43 લાખ રૂપિયા રિકવર થયાં હતાં.

ત્યાં જ રાજ્યના સાત ખાતા એવા પણ છે જેમના પર લાંચનો એક પણ કેસ દાખલ થયો નથી. આ ડિપાર્ટમેન્ટમાં વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ, જનરલ એડમિનીસ્ટ્રેશન, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડાકાસ્ટીગ, સ્ટોર્ટ્સ, યુથ એન્ડ કલ્ચરલ એક્ટીવીટી, ક્લાઇમેટચેન્જ – સાયન્સ એન્ડ ટેકનોલોજી અને પાર્લામેન્ટ્રી એન્ડ લેજીસ્લેટિવના નામ સામેલ છે.

: સંદેશ :