અમૃત મહોત્સવ : શ્રી સરઢવ કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી

0
134

ગુજરાત ના પાટનગર ગાંધીનગર થી થોડા અંતરે વિશ્ર્વ વિખ્યાત પલ્લી નો જયા વરદાયિની માતા નો આસો મા મેળેા ભરાય છે તેવી પાવન ભુમિ ની સમીપ એ આવેલ સરઢવ ગામ મા એક અનેહરો પંસગ ઉજવવા ની તડામાર તૈયારી ઓ ને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને આ પંસગ પણ નાનો સુનો નહિ પણ જેની કેડી કંડારતા આજે ૭૫ વષઁ ના વાણા વાયા તે સંસ્થા ઓ નો ઉત્સવ એટલે અમૃત મહોત્સવ
પુણ્યશ્ર્લોક શેઠ શ્રી શામળદાસ મોતીચંદ શાહ જેવા શ્રેષ્ઠી દાનવીર દાતા ઓ ના પુણ્ય પંતાપે
૧-૮-૧૯૪૧ થી શેઠ શ્રી મોહનલાલ ઔતમચંદ શાહ શેઠ શામળદાસ મોતીચંદ એ.બી સ્કુલ અસ્તિત્વ મા આવી હતી બાદ મા વટવૃક્ષ સમી બનેલ આ સંસ્થા ઓ આજે વિશ્ર્વભર મા નામના ધરાવતી થઈ છે તેવી સંસ્થા ના ઘડવૈયા ઓ કંડારેલી કેડી એ આજે અનેક સંસ્થા ઓ મા વિસ્તરી ને શિક્ષણ સંકુલો મા પરિવતિઁત થઈ ને શિક્ષણ સાથે જ્ઞાન ની સરવાણી વહાવી રહી છે તે માઁ સરસ્વતી ની આરાધના તેમજ માઁ શારદા ની અસ્ખલિત વાણી જેમા સોળે કળા એ ખીલી ઉઠી છે તેવી શ્રી સરઢવ કેળવણી ઉત્તેજક મંડળ નો ઉત્સવ એટલે કે અમૃત મહોત્સવ સરઢવ ગામ મા તારીખ ૩૧ મી ડિસેમ્બર એ અનેક મહાનુભાવો ની પેરક હાજરી મા આમંત્રિત મહેમાનો ની વચ્ચે શાળા પરિવાર સાથે તેજસ્વી તારલા ઓ ની વચ્ચે ઉજવાશે આના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ પટેલ(બક્ષી શેઠ) તેમજ આશીર્વચન ષષ્ઠ પીઠાધીશ્ર્વર પ.પુ.ગૌ.શ્રી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ આપશે તેમજ ઉદ્દઘાટન  શ્રી વલ્લભ ભાઈ પટેલ (સરદાર) સવઁ વિધાલય કડી ના હસ્તે કરાશે જ્યારે મુખ્ય મહેમાન શ્રી ડાઁ.મુકુદ પટેલ (U S A) રહેસે તેમ પમુખ શ્રી ગિરીશ નારણભાઈ પટેલે જણાવ્યું હતું તેમણે વધુ મા જણાવ્યું કે દાતા શ્રી ઓ શ્રેષ્ઠી ઓ અને કમઁશીલ શિક્ષકો તેમજ ગૌરવવંતા સિતારા ઓને સન્માનિત કરી ને સંસ્થા માટે આપેલ યોગદાન બદલ બિરદાવવા મા આવશે તેમજ સંસ્થા મા રાત્રે સાંસ્કૃતિક કાયઁકમો નું પણ આયોજન કરાશે
ધીરજ પટેલ
સોલા-અમદાવાદ