શોપિંગમોલ, એરપોર્ટ અને હોટેલમાં હવે કર્મચારીઓના સ્થાને રોબોટ કામ કરશે

0
51

ત્રણ કેટેગરીમાં તૈયાર કરાયા રોબોટ

હવે એ સમય દૂર નથી કે, શોપિંગમોલ, એરપોર્ટ, હોટેલ અને હાઇપર માર્કેટમાં કોઈ માણસના સ્થાને રોબોટ આસિસ્ટ કરશે. અમેરિકાના લાસ-વેગાસ સિટીમાં એક જાણીતી કંપનીએ પોતાના રોબોટ તૈયાર કરી ઓપરેશન માટે મૂક્યા છે. આ રોબોટ શોપિંગમોલ, એરપોર્ટ અને હોટેલમાં માણસના સ્થાને કામ કરશે. એલઇડી લાઇટથી સજ્જ આ રોબોટ એક ગાઇડનું કામ કરશે. શોપિંગમોલમાં ખરીદેલી સામગ્રી લાવશે, ફૂડ લાવશે, ખરીદેલી વસ્તુઓની કિંમત તેમજ સ્કીમ સમજાવશે. જ્યારે એરપોર્ટ પર મુસાફરોનો માલ-સામન લઈ જશે તથા જે તે સ્થાનેથી લઈ આવશે, જ્યારે હોટેલમાં ગ્રાહકને રૂમ અંગે ગાઇડ કરશે, જે તે હોટેલની સવલત અંગે સમજાવશે. ત્રણ કેટેગરીમાં તૈયાર કરવામાં આવેલા રોબોટ શોપિંગમોલ કે હાઇપર માર્કેટ, એરપોર્ટ અને હોટેલને ધ્યાને લઇને ડિઝાઇન કરવામાં આવ્યા છે.

શું છે આ રોબોટમાં એવું ખાસ?

બિન આકારમાં તૈયાર કરવામાં આવેલા ત્રણ રોબોટની ખાસ વાત એ છે કે, તેમાં એલઇડી લાઇટની નીચે વ્હિલ મૂકવામાં આવ્યા છે. તે કોઇ પણ દિશામાં સરળતાથી ફરી શકે છે. જે રીતે માણસની આંખ હોય છે તેમ જાબંલી રંગની આખો સેટ કરવામાં આવી છે, કોઇ પણ માણસ તે આંખની સામે આવે કે તેની સામે જુએ ત્યારે તેમાં રહેલું સેન્સર એક્ટિવ થાય છે. વચ્ચેના ભાગમાં એક સ્ક્રીન રાખવામાં આવી છે જેમાં જે તે સ્થળ અનુસાર સિસ્ટમ એક્ટિવેટ થાય છે. દા.ત., એરપોર્ટ પર આ રોબોટ મુસાફરો પાસે ટિકિટ માગશે, તે અનુસાર ફ્લાઇટ અંગે માહિતી આપશે. જ્યારે શોપિંગમોલમાં ચીજ વસ્તુઓની કિંમત કે સ્કીમ આ સ્ક્રીન પર દેખાડશે.

૮૦૦ મિલિયન વર્કરોનું કામ હવે રોબોટ પર

રોબોટ પર તૈયાર કરાયેલા આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, હોટેલ, એરપોર્ટ અને શોપિંગમોલમાં કર્મચારીઓના કામનું ભારણ ઘટાડવા માટે આ પ્રકારના રોબોટ તૈયાર કરાયા છે. આવનારા તેર વર્ષમાં તે ૮૦૦ મિલિયન વર્કરોનું કામ ઉઠાવશે અને શારીરિકશ્રમ આધારિત કામથી કર્મચારીઓને મુક્તિ આપશે. ઓટોમેશન ટેક્નોલોજીથી હવે કર્મચારીઓની નોકરી સામે જોખમ ઊભું થયું છે. જેથી એરપોર્ટ સ્ટાફ અને શોપિંગમોલના સ્ટાફના કામમાંથી શારીરિક શ્રમ ઓછો થશે.

  • રોબોટની ત્રણેય કેટેગરીમાં ટચ સિસ્ટમ, આઇ સેન્સર ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો
  • શોપિંગમોલ માટેના રોબોટમાં સ્લાઇડિંગ ટ્રે, જે વસ્તુઓનું વહન તેમજ ઉપર-નીચે કરી શકશે. ભારે સામગ્રીને ચડાવવામાં મદદરૂપ
  • ટચ સ્ક્રીન ડિસ્પ્લેમાં ઇનપુટ અને આઉટપુટ બંને સવલત એક સાથે થશે
  • જ્યારે કોઈ કામ નહીં હોય ત્યારે ઓટોમેશન પાવર આપમેળે કામ કરવાનું બંધ કરી દેશે
  • ગણતરીની સેકન્ડમાં રોબોટની સિસ્ટમ એક્ટિવ થઇ જશે
  • ઓટોસેન્સર સિસ્ટમ કામ કરશે, એટલે કે રોબોટની આસપાસ કયાંક પર ઊભા રહો તો તે સતત એક્ટિવ રહેશે, કોઇ પણ દિશા તરફ આપેલા ઇનપુટના આધારે મૂવ થશે.

કેવું છે રોબોટનું પ્રોગ્રામિંગ?

પરીક્ષણમાં એરપોર્ટ માટે રોબોટ તૈયાર કરવામાં આવ્યા જેમાં તે મુસાફરોને ચેઇ-ઇન પ્રોસેસ માટે મદદરૂપ થાય છે. આ ઉપરાંત મુસાફરોની ટિકિટના આધારે તે બોર્ડિંગ ગેટ શોધવામાં મદદ કરે છે. આ એક સર્વિસબેઝ રોબોટ હશે. જ્યારે શોપિંગમોલમાં રહેલા રોબોટમાં સમગ્ર આઇટમ અંગેની માહિતી સ્ક્રીન પર દર્શાવશે. ગ્રાહકોને આસિસ્ટ કરશે, મોલની ખાદ્ય સામગ્રી લઇ આવશે, ભારે સામાનને ઉપર-નીચે કરશે. જ્યારે હોટેલના રોબોટ સામાન લઇ જશે તેમજ જે તે રૂમ અંગે માહિતી આપશે, આ પ્રકારના રોબોટની સ્ક્રીન પર રૂમની માહિતીની સાથોસાથ ચેક-આઉટ ટાઇમ પર જાણી શકાશે.

Dailyhunt